અત્યંત દર્દનાક...મજૂરો જે ટ્રકમાં વતન પાછા ફરી રહ્યાં તેની બસ સાથે ભયાનક ટક્કર, 8ના મોત 50 ઘાયલ
Trending Photos
ભોપાલ: એક હચમચાવી નાખે તેવી ઘટનામાં 8 મજૂરોના દર્દનાક મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશના ગુનામાં ગત રાતે જે ટ્રકમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રકની બસ સાથે ભીડંત થતા ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં.
આ ઘટના ગુનાના કેન્ટ પીએએસ વિસ્તારમાં ઘટી. હાલ મજૂરો લોકડાઉન દરમિયાન કોઈ પણ ભોગે પોતાના વતન પાછા ફરવાની જીદ્દે ચડ્યા છે. પગપાળા કે પછી કોઈ પણ અન્ય સાધન, બસ, ટ્રેન દ્વારા તેઓ ઘરે પાછા ફરી રહ્યાં છે. આજે વહેલી સવારે આવો જ એક અકસ્માત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો જેમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યાં.
Madhya Pradesh: 8 labourers dead & around 50 injured after the truck they were travelling in, collided with a bus in Cantt PS area in Guna last night. Injured persons shifted to district hospital.All the 8 killed labourers were going to their native places in UP from Maharashtra. pic.twitter.com/OaB9SCLpjY
— ANI (@ANI) May 14, 2020
મુઝફ્ફરનગરમાં બસે 6 મજૂરોને કચડ્યા
લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
એવું કહેવાય છે કે તમામ મજૂરો પંજાબમાં કામ કરતા હતાં અને બિહાર જઈ રહ્યાં હતાં. મજૂરો પગપાળા જ ગુરુવારે મુઝફ્ફરનગર કોતવાલીના સહારનપુર રોડ પર પહોંચ્યા હતાં. ત્યારે જ એક રોડવેઝની બસે તેમને કચડી નાખ્યાં. આ ઘટનામાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જુઓ LIVE TV
આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. તરત ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જામાં લીધા તથા ઘાયલ મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. પોલીસના જણાવ્યાં મુજબ મૃતક મજૂરો બિહારના ગોપાલગંજ જિલ્લાના રહીશ છે અને પંજાબથી પગપાળા પોતાના વતન પાછા ફરી રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે